Monday 3 November 2014

સ્મરણોનું અજવાળું

સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !

એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

-વિમલ અગ્રાવત

Monday 6 October 2014

સાથે ચાલ તું..!!!

જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !

હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !

આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !

કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !

Wednesday 24 September 2014

કોક સવારે

કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.

કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.

ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;

ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

ગઝલ લખજો

હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.

અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.

ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.

સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.

મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.

લીમડાને આવી ગ્યો તાવ

લીમડાને આવી ગ્યો તાવ,
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડીપડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?
લીમડાને આવી ગ્યો તાવ

લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

Tuesday 22 July 2014


તો કહેવાય નહીં..!!!

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.

આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.

કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.

આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં

જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.

મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.

મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.

જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી ‘હંસ’ પાસ થઈ જાય તો કહેવાય નહીં.

Tuesday 15 July 2014

કોઈ રસ્તા સુધી આવો..!!

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો..

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો..

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો..

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો..

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો..

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે
 આ દિલ રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો..!!

કોને ખબર છે??

કોને ખબર કોને ક્યાં જવું છે??
દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!

ચાલવું પડે છે માટે ચાલે છે બધા…
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??

સંગાથ મળેને વાટ પકડી લે છે…
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??

જુદા-જુદા માર્ગે જુદા-જુદાધામે પહોંચે છે લોકો…
અહીં નીજ-ધામે પહોંચવાનોરસ્તો કોને ખબર છે??

આગળ રહેવાની હોડમાંટાંટિયાખેંચ છે બધે…
આગળ રહીને પણ કોને શુંમેળવવું છે કોને ખબર છે??

જીવન માં આવું પણ થાય છે...

જીવન માં આવું પણ થાય છે... મિત્રો,અતિસુંદર કાવ્યપંક્તિ રજૂ કરું છું, એકવાર તો જરૂરથી વાંચજો...ખૂબ મજા આવશે...!!! જેને ચાહો છો તે ક્યારેક ખોવાય જાય છે. જેને પ્રેમ કરોછો તે ક્યારેક છીનવાય જાય છે. જે મળ્યું છે તે લુટાઈ જાય છે. આંખ માં ફક્ત આંસુઓ ની ધાર રહી જાય છે. તેને પણ કોઈ અજનબી લુછી જાય છે. ખુશી ની સાથે ગમ પણ બેવફા બની જાય છે. તમે હસતા હોય અને આંખો રડતી દેખાય છે. તમે જેને ભૂલી શકતા નથી એ તમને જ ભૂલી જાય છે. દિલ થી તમારા એ ક્યાંક દૂર ચાલ્યા જાય છે. જે સપના હતા એ તૂટીને ચકનાચૂર થઇ જાય છે. પછી તેમની ખુશી માં તમારી ખુશી દેખાય છે. પછી ધીમેથી દિલને મનાવી લેવાય છે. થોડીક પળો પછી ઝીંદગી "SET" થઇ જાય છે. પછી યાદો યાદ બનીને રહી જાય છે. "પવન" ઝીંદગી નો એમ ને એમ વહી જાય છે. પ્રેમ નું બલિદાન આપી ઝીંદગી તો જીવી લેવાય છે, પણ... પછી ભગવાન સામે ફક્ત એકજ ફરિયાદ રહી જાય છે... કે... "આવું મારી સાથે જ કેમ થાય છે??????????

Monday 30 June 2014

એ કોણ છે..??

આમ સંકોચાય છે એ કોણ છે?કટકા કટકા થાય છે એ કોણ છે?
પૂછવા ક્યાં જાય છે એ કોણ છે?એને પૂછતાં શું થાય છે એ કોણ છે?
પૂછીએ ક્યાં ચાલ સ્પર્શી જોઈએ,સ્પર્શથી ગભરાય છે એ કોણ છે?
પ્રેમથી જે પાય છે પી જાવું છું,રામ જાણી પાય છે એ કોણ છે?
એજ છે નિશંક ‘ઘાયલ’ એજ છે,ઝૂમતા જે જાય છે એ કોણ છે?
      

Saturday 28 June 2014

મને માફ કર...!!!!

અજબ હતી શ્રધા,

          એમની પ્રેમ પર મારા,..

હું બેવફા થયો, 

        તો પણ મને આરોપ ના દિધો..!!!

તમને વિશ્વાસ બેસશે કે હું તમને કેટલુ ચાહું છું

લઈ જાવ મારા બધા સપના, 
તમારી આંખોમાં એક રાત માટે, 
તો તમને વિશ્વાસ બેસશે
 કે હું તમને કેટલુ ચાહું છું.

પૂછો મારા મિત્રોને, 
જે તમારી વાતો સાંભળી થાકી ગયા છે, 
તો તમને વિશ્વાસ બેસશેકે
હું તમને કેટલુ ચાહું છું.

મળજો ચાંદ અને તારાઓને, 
જે સાક્ષી છે મારી રાત કેવી જાય છે, 
તો તમને વિશ્વાસ બેસશે
 કે હું તમને કેટલુ ચાહું છું.

વાત કરજો ઈશ્વરથી, 
કે મારી પ્રાર્થનાઓમાં કોણ હોય છે કાયમ, 
તો તમને વિશ્વાસ બેસશે
 કે હું તમને કેટલુ ચાહું છું.
બધા પાસે જવાબ લઈને, 

પહોંચજો મારી પાસે ચોક્કસ ”અખ્તર” 
તો તમને વિશ્વાસ બેસશે
 કે હું તમને કેટલુ ચાહું છું.

Thursday 26 June 2014

સપનામાં....!!!!!

રાત્રે ફરી સપનામાં હું અને તું ત્યાંજ ગયા હતા જ્યાં કાયમજતા હતા,

પણ કોણ જાણે કેમઆ વખતે તું ખોવાઈ ગઈ ક્યાંક,

અને હું એકલો જ સવાર થવાની રાહ જોતા જોતા ફરી સૂઈ ગયો..

ફરી સપનામાં ત્યાંજ તને શોધવા ગયો પણ તું ના મળી તે ના જ મળી,

અને મારે ફરી એકલું જ ઘરે આવવું પડ્યું ત્યારે જ સવાર પડી..

એજ દિવસ હતો, એજ દુનિયા તોય બદલાઈ ગયું હતુ મારું જીવન તારા વીના,

ફરી રાત પડે તેની રાહ જોઉં છું કે ફરી સપનામાં ત્યાંજ જઈ તને શોધી લાવુ,

પણ કોણ જાણે કેમ બીક લાગે છે કે તૂ નહીં મળે તો ઍકલો પાછો કેવી રીતે આવીશ .??

જે સદાયથી તારુ જ છે તે મનની કેવી રીતે મનાવીશ ?.?

તૂ નથી જિંદગીમાં તો આ શ્વાસ કેવી રીતે ચાલશે ..????? 

નથી માનતો હું કે તને પ્રેમ નથી..!!!!!!

દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં

;જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી
,સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.
તમને સમય નથી અને મારો સમય નથી
,કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને
,મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે
,ને યાદ રાખવું એ તમારો વિષય નથી.

હું ઇન્તિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી

Tuesday 24 June 2014

તમને સમય નથી અને મારો સમય નથી..!!!

દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં

;જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી
,સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.
તમને સમય નથી અને મારો સમય નથી
,કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને
,મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે
,ને યાદ રાખવું એ તમારો વિષય નથી.

હું ઇન્તિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી

કવિતા શી રીતે લખાય..??

ખાલીખમ મન તારા વીના,
     કવિતા શી રીતે લખાય હવે ?

રસ્તાઓ તારી રાહ જુવે છે,
     મંઝિલ શી રીતે દેખાય હવે ?

શ્વપ્નોમાંથી બહાર આવે તો,
     પછી શી રીતે મળાય હવે ?

પ્રેમ જ જિંદગી થઈ ગઈ છે,
     તો વગર તેના જીવાય હવે ?

દગો કર્યો વિધાતાએ "અખ્તર"
     બીજા કોને દોષ દેવાય હવે ?