Tuesday, 21 July 2015

ઓગળી જાજે

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે...

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,
તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે...

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી,
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે...

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ,
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે...

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને ?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે...

- જવાહર બક્ષી

Saturday, 9 May 2015

હું તારી સાથે હોઈશ.

અજવાળું કે અંધારું,
દિવસ હોય કે રાત,
હું તારી સાથે હોઈશ.


આરંભ હોય કે અંત,
જીત હોય કે હોય હાર,
હું તારી સાથે હોઈશ.


હકીકત હોય કે સપના,
ધરા પર કે હોય આભમાં,
હું તારી સાથે હોઈશ.


સફર હોય કે હોય મંઝીલ,
ભટકીશું કે પછી પહોંચીશું
હું તારી સાથે હોઈશ.


- Akhtar