Tuesday, 21 July 2015

ઓગળી જાજે

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે...

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,
તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે...

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી,
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે...

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ,
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે...

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને ?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે...

- જવાહર બક્ષી

No comments:

Post a Comment