Friday 23 September 2016

લાગણી...!!!!

તું ભલે હથિયાર માફક વાપરે,




        આમ એને "લાગણી" કહેવાય છે. 



                                         – ગુંજન ગાંધી

મારા માટે હું પણ નથી....

તને લાગે છે કે તારા વિના હું ખુશ છું?


પણ એય, તારો વહેમ છે.


તારા થી વધારે તો મારા માટે હું પણ નથી....

મારો વાંક નઈ કાઢ..?

👉 તું છું જ એવી કે,

                   👩 #પ્રેમ થઈ જાય.. 




💑
હવે આમા મારો #વાંક નઈ કાઢ....?

આત્મીય

ક્યારેક #પ્રેમ માટે તરસતા #વ્યક્તિ ને જોય લેજો




તમને તમારા #પ્રેમ ની #કિંમત આપોઆપ થઇ જશે...
                                                                 ☯
                                                                  -    આત્મીય

બાકી હું ક્યાં કવિ છું

માત્ર લોકો એ આપેલા દર્દનો...

અનુભવી છું,

લખું છું એ શબ્દો માં, બાકી હું ક્યાં કવિ છું.....
                                - SomeOne

આજે પણ ફરી તને જ પ્રેમ થઈ ગયો…

નફરતનો એટલો ઓવરડોઝ થઈ ગયો… કે,


આજે પણ ફરી તને જ પ્રેમ થઈ ગયો…

Tuesday 21 July 2015

ઓગળી જાજે

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે...

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,
તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે...

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી,
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે...

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ,
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે...

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને ?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે...

- જવાહર બક્ષી