Tuesday 22 July 2014


તો કહેવાય નહીં..!!!

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.

આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.

કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.

આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં

જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.

મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.

મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.

જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી ‘હંસ’ પાસ થઈ જાય તો કહેવાય નહીં.

Tuesday 15 July 2014

કોઈ રસ્તા સુધી આવો..!!

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો..

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો..

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો..

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો..

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો..

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે
 આ દિલ રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો..!!

કોને ખબર છે??

કોને ખબર કોને ક્યાં જવું છે??
દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!

ચાલવું પડે છે માટે ચાલે છે બધા…
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??

સંગાથ મળેને વાટ પકડી લે છે…
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??

જુદા-જુદા માર્ગે જુદા-જુદાધામે પહોંચે છે લોકો…
અહીં નીજ-ધામે પહોંચવાનોરસ્તો કોને ખબર છે??

આગળ રહેવાની હોડમાંટાંટિયાખેંચ છે બધે…
આગળ રહીને પણ કોને શુંમેળવવું છે કોને ખબર છે??

જીવન માં આવું પણ થાય છે...

જીવન માં આવું પણ થાય છે... મિત્રો,અતિસુંદર કાવ્યપંક્તિ રજૂ કરું છું, એકવાર તો જરૂરથી વાંચજો...ખૂબ મજા આવશે...!!! જેને ચાહો છો તે ક્યારેક ખોવાય જાય છે. જેને પ્રેમ કરોછો તે ક્યારેક છીનવાય જાય છે. જે મળ્યું છે તે લુટાઈ જાય છે. આંખ માં ફક્ત આંસુઓ ની ધાર રહી જાય છે. તેને પણ કોઈ અજનબી લુછી જાય છે. ખુશી ની સાથે ગમ પણ બેવફા બની જાય છે. તમે હસતા હોય અને આંખો રડતી દેખાય છે. તમે જેને ભૂલી શકતા નથી એ તમને જ ભૂલી જાય છે. દિલ થી તમારા એ ક્યાંક દૂર ચાલ્યા જાય છે. જે સપના હતા એ તૂટીને ચકનાચૂર થઇ જાય છે. પછી તેમની ખુશી માં તમારી ખુશી દેખાય છે. પછી ધીમેથી દિલને મનાવી લેવાય છે. થોડીક પળો પછી ઝીંદગી "SET" થઇ જાય છે. પછી યાદો યાદ બનીને રહી જાય છે. "પવન" ઝીંદગી નો એમ ને એમ વહી જાય છે. પ્રેમ નું બલિદાન આપી ઝીંદગી તો જીવી લેવાય છે, પણ... પછી ભગવાન સામે ફક્ત એકજ ફરિયાદ રહી જાય છે... કે... "આવું મારી સાથે જ કેમ થાય છે??????????